વાર્તા 24 મી. વૈષ્ણવ 24 માં. શ્રીગુસાંઇજીના સેવક રાજાલાખાની વાર્તા. પ્રસંગ 1લો :- આ રાજા વ્રજમાં તીર્થ કરવાને આવ્યા. શ્રીનાથજીનાં દર્શન કરીને શ્રીગુસાંઇજીને શરણે ગયા. શ્રીનાથજીના સ્વરૂપમાં એમની એવી આશક્તિ થઈ કે શ્રીનાથજી સિવાય કશું પણ એમને રુચતું ન હોતું શ્રીનાથજીનું રટણ એમને આઠે પહોર રહેતું હતું. એક દિવસે એમની સ્ત્રીએ કહ્યું જો અહીંયા પડદાનો બંદોબસ્ત રહે તો દર્શન કરું. ત્યારે રાજાએ કહ્યું "શ્રીનાથજીની આગળ પડદાનો બંદોબસ્ત કેવો " પણ રાણીએ બારોબાર શ્રીગુસાંઇજીને કહીને બંદોબસ્ત કરાવડાવ્યો અને જયારે દર્શનને માટે આવી ત્યારે રાજા એકલાજ અંદર હતા બીજું કોઈ માણસ ન હોતું ને શ્રીનાથજી એ કમાડ ખોલી દીધું. તો અચાનક રાણીની ઉપર ભીડ પડી ત્યારે રાજાએ કહ્યું " મેં કહ્યું હતું કે અહીંયા પડદો નહીં ચાલે ! શ્રીનાથજીએ કમાડ ખોલ્યા તે રાજાની વાત સત્ય કરવા ખોલ્યાં એ એવાં શ્રીનાથજીમાં આસક્ત હતા, શ્રીગુસાંઇજીની કૃપાથી એમનો ભાવ હંમેશાં એવો રહેતો. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 24 માં. વાર્તા 24 મી સંપૂર્ણ. (સાર) પ્રભુ મંદિરમાં લૌકિક લાજ મર્યાદા કે પડદા ચાલી શકતા નથી. માટે વૈષ્ણવે એવો આગ્રહ કરવો નહીં.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો