મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 6 ઠી. વૈષ્ણવ 6 ઠાં.


252 વૈષ્ણવોની વાર્તા.

વાર્તા 6 ઠી. વૈષ્ણવ 6 ઠાં. શ્રીગુસાંઈજીના સેવક કૃષ્ણભટ્ટની વાર્તા. 



પ્રસંગ 1:-  શ્રીમહાપ્રભુજીના સેવક પદ્મરાવળ સોચારા બ્રાહ્મણ હતા. તેમના દીકરા કૃષ્ણભટ્ટજી હતા. એ શ્રીગુસાંઇજીના સેવક થયા. શ્રીગુસાંઇજીએ શ્રીમદ્ભાગવત શ્રીસુબોધિનીજી સહિત કૃષ્ણભટ્ટને ભણાવ્યું. તેથી સઘળો પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત તેમના હૃદયમાં પ્રવેશ્યો. જેવી રીતે પદ્મરાવળને શ્રીમહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિમાર્ગીય સિદ્ધાન્ત સ્ફુરિત થયો હતો તેવી રીતે કૃષ્ણભટ્ટજીને થયું. તે દરરોજ શ્રીસુબોધિનીજીની કથા કરતા હતા. એક દિવસ કૃષ્ણભટ્ટજી વ્રજમાં ગયા. તેમની સાથે એક કણબી વૈષ્ણવ પણ ગયો. શ્રીગુસાંઇજીના તથા શ્રીનાથજીના દર્શન કર્યા. ત્યારે કણબી વૈષ્ણવે શ્રીગુસાંઇજીને વિનંતી કરી. આ કૃષ્ણભટ્ટ કથામાં આ પ્રમાણે કહેતા હતા, કે શ્રીગિરિરાજજી ધાતુમય રત્ન ખચિત છે, અને ગોવિંદ કુંડ દૂધનો ભરેલો છે. તો એ પ્રમાણે દર્શન કેમ થતા નથી. આ વાત સાંભળીને શ્રીગુસાંઇજીએ વિચાર કર્યોકે મારા સેવક કૃષ્ણભટ્ટની વાણી મિથ્યા નહીં થવી જોઈએ, સાચી બનવી જોઈએ. તેથી શ્રીગુસાંઇજીએ આ કણબીને દિવ્યનેત્ર આપ્યા. અને કૃષ્ણભટ્ટે જેવાં દર્શન કહ્યાં હતાં તે પ્રમાણે શ્રીગિરિરાજ તથા ગોવિંદ કુંડ ના દર્શન કરાવ્યાં. એ કૃષ્ણભટ્ટ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. 

પ્રસંગ 2 :- એક વખત કૃષ્ણભટ્ટ શ્રીનાથજીના ભીતરીયા ભેગા ન્હાયા અને સર્વે સેવા કરવા લાગ્યા. પણ ચરણ સ્પર્શ ન કર્યા. એક દિવસે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે "કૃષ્ણભટ્ટ ચરણ સ્પર્શ કરો, કૃષ્ણભટ્ટએ વિનંતી કરી " લીલાના દર્શન થાય તો ચરણ સ્પર્શ કરું. ત્યારે શ્રીનાથજીએ કહ્યું "લીલના દર્શન દેહાંતમાં થશે" આસાંભળી ને કૃષ્ણભટ્ટજી ઉદાસ થયા. ત્યારે શ્રીગુસાંઇજીએ પૂછ્યું "કૃષ્ણભટ્ટ ઉદાસ કેમ છો? " ત્યારે કૃષ્ણભટ્ટએ કહ્યું "શ્રીનાથજીએ ચરણ સ્પર્શની આજ્ઞા કરી છે. પણ લીલાનાં દર્શનની ના કહી છે. ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું" શ્રીનાથજી તો બાળક છે. તું શા માટે ઉદાસ થાય છે. આટલું કહીને શ્રીગુસાંઇજીએ કૃષ્ણભટ્ટનો હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવ્યાં. અને શ્રીનાથજીની લીલાનાં દર્શન કરાવ્યાં. ત્યારે કૃષ્ણભટ્ટજી બહુજ પ્રસન્ન થયા, અને નિશ્ચ્ર્ય કર્યો કે શ્રીનાથજી તો શ્રીગુસાંઇજીને વશ છે. 

પ્રસંગ 3:- એક દિવસ કૃષ્ણભટ્ટજીએ ઉજ્જૈન માં વસંત પંચમીનો ઉત્સવ કર્યો તે દિવસે વસંત પંચમી હતી નહીં. જયારે શ્રીનાથજી વસંત ખેલીને શ્રીગિરિરાજ ઉપર પધાર્યા ત્યારે ગુલાલ ભરેલા રામદાસ ભીતરીયાને દર્શન થયા. ત્યારે તેણે શ્રીગુસાંઇજીને પૂછ્યું કે શ્રીનાથજીને કોણે ખેલાવ્યા છે. શ્રીગુસાંઇજીએ કહ્યું " કૃષ્ણભટ્ટએ વસંતપંચમી ખેલી છે. " રામદાસે વિનંતી કરી, કૃષ્ણભટ્ટજી તો ભૂલી ગયા છે. પણ શ્રીનાથજી શા માટે ખેલે છે" ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું" શ્રીનાથજી તો ભક્તને વશ છે" જે ભક્ત જેવો મનોરથ કરે  તે પ્રમાણે તેનો અંગીકાર કરે છે. એ કૃષ્ણભટ્ટજી એવા કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 4 :- એક સમય કૃષ્ણભટ્ટજી શ્રીગોકુલ આવ્યા હતા. ત્યાં એકાંતમાં ચચાહરિવંશજી સાથે ભગવદ્દવાર્તા કરતા હતા તે વખતે ત્યાં અદભુત સુગંધ આવી કૃષ્ણભટ્ટજી એ કહ્યું આ સુગંધ ક્યાંથી આવે છે ! ચાચાજીએ કહ્યું " એ છેલ આવ્યો હશે. એનાથી તમારા વગર રહેવાતું નથી. આ કૃષ્ણભટ્ટજી એવા કૃપાપાત્ર હતા. જેની પાછળ શ્રીનાથજી ફરતા હતા.

પ્રસંગ 5 :- એક વખત શ્રીગુંસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણભટ્ટજીને ત્યાં મુકામ કર્યો. ત્યાંના બ્રાહ્મણો બધા એકઠા થઈને શ્રીગુસાંઈજી પાસે આવ્યા અને પ્રશ્ન કર્યો " તમારા સેવક કૃષ્ણભટ્ટજી વેદોક્ત કર્મ નથી કરતા, અને અઠે પ્રહોર સેવા કરે છે. તેમને શ્રીગુસાંઈજી એ ઉત્તર દીધો. તે શ્લોક--


मत्कर्मकुर्वतां पुंसांकर्मलोपोभवेध्वदि।

तत्कर्म ते प्रकुर्वति त्रिंशत्कोट्यो महषर्य: ।१  

વળી કહ્યું સવારે જાણશો, આ સાંભળી બ્રાહ્મણ લોકોએ કહ્યું " સવારે શી રીતે જાણી શકાય ! " શ્રીગુસાંઇજીએ કહ્યું " જ્યાં રાત્રી હોય છે. ત્યાં દિવસના પદાર્થ દેખાતા નથી. તમારા અંતઃકરણમાં જયારે પ્રકાશ થશે અને માયારૂપી રાત્રી મટી જશે ત્યારે દેખશો. શ્રીગીતાજીમાં કહ્યું છે કેઃ--


या निशासर्वभूतानां तस्यां जागतीसंयमी।
यस्यां जागर्ति भूतानि सा निशा पश्यतोमुने: 

જયારે આ પ્રમાણે બધું સાંભળ્યું, ત્યારે એ બ્રાહ્મણનો સંદેહ જતો રહ્યો. એ કૃષ્ણભટ્ટજી એવા કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 6 :-  આ કૃષ્ણભટ્ટ હમેશાં ઉજ્જૈન માં રહેતાં, ગુજરાતના તથા દક્ષીણના વૈષ્ણવો ઉજ્જૈન થઈને શ્રીગોકુળ જતા તે બધા એમને મળીને પ્રસન્ન થતા હતા. કૃષ્ણભટ્ટજી વૈષ્ણવ ઉપર એવી પ્રીતિ રાખતા કે જયારે વૈષ્ણવો એમને ઘેર મુકામ કરતા ત્યારે તેમના પોટલામાં છુપી રીતે દૂધ ઘરનો મહાપ્રસાદ બાંધી દેતા, તે મનમાં એમ સમજતા કે "વૈષ્ણવોને રસ્તામાં ભૂખ લાગે તો તે લેવાને માટે તેમને શ્રમ પડે નહીં. આવી વાત્સલ્યતા વૈષ્ણવો ઉપર રાખતી જોઈએ.

પ્રસંગ 7 :-  એક વખત શ્રીગુસાંઇજીએ કાસદ મોકલી કૃષ્ણભટ્ટને શ્રીગોકુળ બોલાવ્યા. તેથી કૃષ્ણભટ્ટ ઉજ્જનથી ચાલ્યા. નિત્ય સ્વપ્નમાં તેમના સેવ્ય શ્રીઠાકોરજી આવીને કહેતા હતા."તારા વગર મારાથી રહેવાતું નથી" તેથી કૃષ્ણભટ્ટજી રસ્તામાં એક મનુષ્યની સાથે નિત્ય પત્ર ઘેર મોકલતા હતા. અને પત્રમાં આ પ્રમાણે લખતા" શ્રીઠાકોરજી પ્રસન્ન હોય તેમ કરશો" પણ શ્રીગુસાંઇજીને મળ્યા વગર કૃષ્ણભટ્ટજી પાછા ન ફર્યા. કૃષ્ણભટ્ટએ શ્રીગોકુલ જઈને શ્રીગુસાંઇજીના દર્શન કર્યા ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું "તમે શ્રીઠાકોરજીની આજ્ઞા કેમ ન માની ? " ત્યારે કૃષ્ણભટ્ટએ વિનંતી કરી " મહારાજ શ્રીઠાકોરજીતો આપને વશ છે. અને આપેજ અમને શ્રીઠાકોરજી દેખાડ્યા છે; તો આપની આજ્ઞા નો લોપ શી રીતે કર્યો જાય. આ વાત સાંભળીને શ્રીગુસાંઈજી ચૂપ થઈ ગયા. કૃષ્ણભટ્ટને શ્રીગુસાંઇજી ની આજ્ઞા પર એવો વિશ્વાસ હતો. 

પ્રસંગ 8:- એક દિવસ ઉજ્જનનાં સઘળા વૈષ્ણવો ભેગા થયા અને "કૃષ્ણભટ્ટને પૂછ્યું " શ્રીઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય. ભટ્ટજીએ કહ્યું " એ તો શ્રીસ્વામિનીજી ની કૃપા થી પ્રસન્ન થાય છે. તેથી શ્રીસ્વામિનિસ્તોત્ર માં શ્રીઠાકોરજી ની પ્રસન્નતા ને માટે શ્રીગુસાંઇજીએ બાર પ્રકારે પ્રાર્થના કરી છે, અને બાર પ્રકાર ના દાસ્ય ભાવ વર્ણવ્યા છે. આ સાંભળીને વૈષ્ણવ ઘણાજ પ્રસન્ન થયા. ગીતગોવિંદમાં શ્રીઠાકોરજીએ કહ્યું છે કે : --


अधरसुधारसमुपनयभामिनि जीवय मुतमिवदासं।
त्वयि विनिहतमनीशं विरहानलदग्धवपुषमविलासं 

અને નંદદાસજીએ કહ્યું છે કે :--


श्रीवृषभानुसुता पद अंबुज जनिके सदा सहाय। 
यह रसमग्न रहत जे तिनपर नंददास बल जाय  
  
પ્રસંગ 9:- એક દિવસ નાગજીભાઈ ગોધરાથી ઇજજૈન માં આવ્યા. ત્યારે કૃષ્ણભટ્ટને મળ્યા અને મહાપ્રસાદ લઈ, ભગવદ્દવાર્તા કરવા લાગ્યા. એકાંતમાં ભગવદ્દવાર્તા કરતાં કરતાં દેહાનુસંધાન ભુલીગયા. સાત દિવસ પછી દેહની શુદ્ધ આવી આમ કરતાં કરતાં નાગજીભાઈ ઘણા દિવસ ત્યાં રહ્યાં. કોઈ વખતે ત્રણ દિવસે, કોઈ વખતે સાત દિવસે દેહાનુસંધાન મટી જતો. આ કૃષ્ણભટ્ટ તથા નાગજીભાઈ એવા ભગવદ્ર્સમાં મગ્ન હતા. 

પ્રસંગ 10 :- એ કૃષ્ણભટ્ટ એક વખત શ્રીગોકુળ ગયા. રસ્તામાં એમનો દેહ છૂટી ગયો. તેથી એમના દિકરા ગોકુલભટ્ટ ને ચિંતા થઈ. તે શ્રી ગોકુળમાં ન રહ્યા તેમનાં ઘરમાં પણ ન રહ્યા, પણ તેમનો અગ્નિ સંસ્કાર કરવાને ઉજ્જન ગયા. જે દિવસ કૃષ્ણભટ્ટની દેહ છૂટી ગઈ હતી. તે દિવસે શ્રીગુંસાઈજી શ્રીનાથજીના શૃંગાર કરીને ચોકમાં પધાર્યા હતા. ત્યાં કૃષ્ણભટ્ટજીને દીઠા. કૃષ્ણભટ્ટજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રીગુસાંઇજીએ પૂછ્યું તમે ક્યારે આવ્યા છો!" કૃષ્ણભટ્ટએ કહ્યું" જે રાજ આપની કૃપાથી હમણાંજ આવ્યો છું.! પછી શ્રીગુંસાઈજી ગોપીવલ્લભ ભોગ ઘરીને બહાર પધાર્યા, ફરીથી પૂછવા લાગ્યા. "કૃષ્ણભટ્ટ ક્યાં છે." ત્યારે રામદાસ ભીતરીઆઓ કહ્યું. કૃષ્ણભટ્ટજીને મંદિરમાં જતા દીઠા પણ બહાર નીકળતા કોઈએ દીઠા નથી" પછીથી શ્રીગુસાંઇજીએ એક પત્ર લખીને ઉજ્જન માં માણસ મોકલ્યો. તે માણસે ગોકુલભટ્ટને પત્ર આપ્યો. તે વાંચીને ઘણા પ્રસન્ન થયા. ગોકુલભટ્ટે શ્રીગુસાંઇજીને વિનંતી પત્ર લખ્યો" અમુક દિવસે કૃષ્ણભટ્ટની દેહ છૂટી છે. આ પત્ર શ્રીગુંસાઈજીએ વાંચીને કહ્યું" કૃષ્ણભટ્ટજી એવા હતા. જેની સાથે શ્રીનાથજી ખેલતા હતા. તો પછી આ રીતે તેમને ભગવલ્લીલાની પ્રાપ્તિ થાય તો એમાં આશ્ચ્રર્ય શું ? " એ કૃષ્ણભટ્ટજી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા કેવી રીતે લખી જાય. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 6 ઠા.

સાર :-  (1) પ્રભુના ધામ માટેની ભગવદીયની ભાવના ગુરુ કૃપાથી સિદ્ધ  થાય છે. (2) પ્રભુ શ્રી ગુસાંઇજીને વશ છે. (3) પ્રભુ ભક્તને પણ વશ છે ભક્તના જેવા મનોરથ તેવો તેનો અંગીકાર કરે છે. (4) પ્રભુ સેવા કરનારને વેદોક્ત કર્મની આવશ્યકતા નથી. (5) વૈષ્ણવ ઉપર સ્નેહ રાખો. જે વૈષ્ણવ પોતાને ઘેર આવે તેની યથા શક્તિ ટહેલ કરવી. કારણકે પ્રભુમાં પ્રીતિ કરનાર ભગવદીયનો ક્ષણ વાર નો જો સંસર્ગ હોય તો તે સર્વ પ્રકારના  દોષની નિવૃત્તિ કરે છે, અને બહિરમુર્ખતા મટાડે છે. (6) શ્રીઠાકોરજીની આજ્ઞાનો કદાચ લોપ થાય તો તે અપરાધ ક્ષમ્ય છે, પણ ગુરુની આજ્ઞાનો લોપ તો કદીપણ કરવો નહીં. કારણકે ગુરુજ પ્રભુ મેળવી આપનાર છે. તો ગુરુની આજ્ઞા નું ઉલ્લંગન કરવાથી થયેલા અપરાધને પ્રભુ પણ  ક્ષમા કરી શકતા નથી. (7) સ્વમાર્ગીય ગ્રંથ વાંચવા અને સત્સંગ કરવો. 

શ્રીબાલકૃષ્ણજી કૃષ્ણભટ્ટજી શ્રીઠાકોરજીહતા. હાલતે રાજકોટમાં બિરાજે છે. પોતાને વિદ્યાઅભ્યાસ કરાવ્યાની ભેટમાં શ્રીગુસાંઇજીએ આ સ્વરૂપ પધરાવી આપ્યા હતા. રાજકોટના રાજા જયારે યાત્રા કરવાને ગયા ત્યારે  ઉજ્જનમાં કૃષ્ણભટ્ટને ત્યાં ઉતાર્યા હતા તેમણે રાજકોટ આવી દરબાર ગઢમાં મંદિર બંધાવી શ્રીને પધરાવ્યા. કેટલોક વખત ત્યાં બિરાજ્યા, પછીથી ધાડ પાડવાને લીધો બહાર બિરાજ્યા, પછી પાછા રાજકોટમાં બિરાજ્યા હાલમાં દરબારગઢ નજીક એક ભવ્ય મંદિરમાં બિરાજે છે. ગોપાળદાસભટ્ટ તેમની હાલમાં સેવા કરે છે, આ ગોપાળદાસભટ્ટ પદ્યમરાવળના વંશજ 13મી પેઢીએ છે. 

                                                                                          જુઓ "તીર્થયાત્રાનો હેવાલ" પૂ. 187 
---------------------------------------------------------------------------------
252. વૈષ્ણવ 6 થા કૃષ્ણભટ્ટ ની વાર્તા (ભાગ-1)



252. વૈષ્ણવ 6 થા કૃષ્ણભટ્ટ ની વાર્તા (ભાગ-2)



આ વિડિઓ ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો

252. વૈષ્ણવ 6 થા કૃષ્ણભટ્ટ ની વાર્તા (ભાગ-3) 



આ વિડિઓ ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો

---------------------------------------------------------------------------------




---------------------------------------------------------------------------------




      

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1