મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 23 મી. વૈષ્ણવ 23 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 23 મી. વૈષ્ણવ 23 માં. શ્રીગુસાંઇજીના સેવક યદુનાથદાસની વાર્તા.
પ્રસંગ 1 લો :- એ જોનપુરમાં રહેતા હતા. તેમનું મન હાથીના મહાવતની સ્ત્રીમાં આસક્ત હતું. એને દીઠા વગર પાણી પણ પિતા ન હોતા. એક દિવસ તે સ્ત્રી સૂતી હતી. પહોર દહાડો રહ્યો છતાં તે સ્ત્રી ઉઠી નહીં. યદુનાથદાસ ત્રણ પહોર એના દરવાજા આગળ થોભી રહ્યા. જયારે તે ઉઠી ત્યારે તેણે દાસીને કહ્યું જો દેખતો ખરી બહાર કોઈ પુરુષ થોભી રહ્યો છે ત્યારે દાસીએ કહ્યું એક દવનો માર્યો પુરુષ ઉભો છે ત્યારે એ સ્ત્રી બોલી " એ ગાંડો છે. જેવી રીતે તેણે મારાં હાડકાં અને ચામડીમાં મન લગાવ્યું છે તેવું જો શ્રીઠાકોરજીમાં લગાડે તો કામ થઈ જાય." એ વાત સાંભળતાને યદુનાથદાસના હૃદયમાં પ્રકાશ થઈ ગયો જેમ સૂરજ ઉદય થવાથી અંધકાર જતો રહે છે તેમ ત્યાંથી ચાલીને ઘરમાં આવ્યાં. અને એવો સંકલ્પ કર્યો. " જેમ બને તેમ શ્યામને ભજીશ" તે વખતે જોનપુરમાં શ્રીગુંસાઈજી પધાર્યા હતા. બધા વૈષ્ણવો દર્શન કરવાને માટે ભેગા થયા હતા. તેમની સાથે યદુનાથદાસજી પણ ગયા. જઈને શ્રીગુસાંઇજીનાં દર્શન કર્યા તો સાક્ષાત કોટી કંદર્પલાવણ્ય સ્વરૂપનાં દર્શન થયાં. દંડવત કરીને શ્રીગુસાંઇજીને વિનંતી કરી "મને શરણ લ્યો. ત્યારે શ્રીગુંસાઈજી એ નામ નિવેદન કરાવડાવ્યું માર્ગની પ્રણાલિકા સમજાવી. શ્રીઠાકોરજી પધરાવ્યા યદુનાથદાસ ત્યારથી સેવા કરવા લાગ્યા. પછી યદુનાથદાસનું મન ભગવત્સેવામાં એવું આસક્ત થયું કે તે સ્ત્રી દરરોજ સામે આવીને ઉભી રહેતી તો પણ યદુનાથદાસ તેના સામું પણ જોતા નહોતાં, અને બોલતાં પણ નહીં. એ યદુનાથદાસ એવા કૃપાપાત્ર હતા. એમનું ચિત્ત વિષયથી છૂટી ગયું અને પ્રભુમાં લાગી ગયું. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 23 માં. 

(સાર)- શ્રી મહાપ્રભુજીએ કહ્યું છેઃ 
  स्वधर्माचरणं शक्त्या ह्यधर्मात्तु निवर्तनम्र।
        इंद्रियाश्व विनिग्रह: सर्वथा न त्यजेत्त्रयम।।    
  
સ્વધર્મનું શક્તિપ્રમાણે આચરણ કરવું. અધર્મમાંથી નિવૃત થવું અને ઇન્દ્રિય રૂપી અશ્વનો નિગ્રહ કરવો. કોઈપણ રીતે આ ત્રણનો તો ત્યાગ નહીજ કરવો.




ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1