______________________________________________________ બેઠક (21) મી શ્રી ભાંડીર વનની બેઠકનું ચરિત્ર bethak (21) video click here to look શ્રી આચાર્યજી કોકિલા વનથી મોટી બહેન નાની બહેન તથા કોટવન થઈ શેષશાયી પધાર્યા, ત્યાં એક રાત રહ્યા પછી ત્યાંથી રામઘાટ, ગોપીઘાટ, ગુપવન,નિવારાગવન અને બધા ઉપવનના દર્શન કરીને ચિરઘાટ, નંદઘાટ થઈને ભાંડીર વન પધાર્યા, ત્યાં સાત દિવસ આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું ત્યાં એક મધવાચાર્ય સંપ્રદાયના વ્યાસ તીર્થસ્વામી મહંત હતા. એનું એક મહાસ્થળ હતું, તેણે આવીને શ્રી આચાર્યજી ને કહ્યું કે મારે લાખ તો સેવક છે. મોટી ગાદી મધ્વાચાર્ય સંપ્રદાયની છે. મારૂં ઘર દક્ષિણ માં છે, રાજા મહારાજાઓ મારા સેવકો છે, અને એક સેવક માધવેન્દ્રપુરી છે. તેના સેવક કૃષ્ણચૈતન્ય છે. લાખો રૂપિયા મારી પાસે છે. એ બધું આપને દઉં. આપ આ અમારી ગાદીપર બિરાજો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યુકે આનો પ્રત્યુત્તર કાલે આપીશ પછી મહંત પોતાને આશ્રમે ગયા. પછી અડધી રાત્રી થઈ ત્યારે ચાર જણા મુગદળ લઈને આશ્રમમાં આવ્યા એણે એને બહુ માર્યો, માર પડે પણ કોઈ દેખાય નહીં, ત્યારે એણે પૂછ્યું તમે કોણ છો ?